Add

પિતાએ દીકરીને પૈસા ઉછીના લઈને ડોક્ટરનું ભણાવી, રીઝલ્ટ ના દિવસે દીકરીના બદલે ફોન આવ્યો અને ફોનમાં કહ્યું તમારી દીકરીએ…

 દરેક છોકરા છોકરીયો માટે સમજવા જેવી વાત છે...પ્રેમ કરો પણ મા-બાપ પ્રેમ મોટી કોઈ વસ્તુ નથી.આ જીવન માં...માં- બાપ પ્રેમ સમજો. વિનંતી સ્ટોરી પુરી વાંચજો.

એક ખૂબ જ ગરીબ માણસ હતો, લગ્નને લગભગ ત્રણેક વર્ષ જેવું થયું હશે તેના ઘરે દીકરી નો જન્મ થયો. તે માણસ ખૂબ જ ખુશ થઈ ગયો.


ઘરનું ગુજરાન તે નોકરી કરતો તેમાંથી જ ચલાવતો.

દીકરી ના જન્મ પછી પણ તેને ભણાવવા માટે ફી વગેરે નો બધો જ ખર્ચો તે માંડ માંડ ભોગવી શકતો પરંતુ તેના મન તેની દીકરી જાણે રાજકુમારી હોય એમ દીકરી જે પણ કાંઈ માંગે તે લઈ આવવાની પૂરેપૂરી કોશિશ કરતો.

તેના પિતા તેની પાછળ આટલો ખર્ચો કરતા સાથે-સાથે દીકરી પણ એટલી જ હોશિયાર. ધીમે ધીમે આગળ ભણવાનું ચાલુ થઈ ગયું. અને ઉચ્ચતર શાળા માં પણ તેનો પ્રવેશ થઈ ગયો.

ઉચ્ચતર શાળા ની પરીક્ષા આવી, દીકરી ખૂબ જ મહેનત કરીને પરીક્ષા દેવા માટે જતી. તેના બધા પેપર પુરા થઇ ગયા અને પરીક્ષા તેની ખૂબ જ સફળ ગઈ હતી.

દરરોજ પરીક્ષા લઈને આવે ત્યારે તેને પિતા પૂછતા કે બેટા કેવું ગયું પેપર? દીકરી કહેતી કે ખુબ જ સરસ ગયું છે પપ્પા આ વખતે ખૂબ મહેનત કરી છે અને મને સર્વશ્રેષ્ઠ માર્ક મળશે તેવી આશા પણ છે.

પિતા પણ જરૂર જરૂર કહીને દીકરીના ઉત્સાહને વધારતા. આખરે એ દિવસ આવી ગયો ત્યારે રીઝલ્ટ એનાઉન્સ થવાનું હતું.

દીકરીના તો જાણે પહેલાથી જ રીઝલ્ટ ની ખબર હોય તે રીતે તેના ચહેરા પર કોઈ જ પ્રકારનો ટેન્શન ન હતું.

તેના પિતા અને દિકરી બંને રીઝલ્ટ લેવા માટે ગયા, પિતાની જ એવી આશા હતી તેના કરતા પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું હતું. દીકરીનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો હતો.

પિતા ખૂબ ખુશ થઈ ગયા અને દીકરી ને કહ્યું બેટા હું આજે ખૂબ જ ખુશ છું તારે જે પણ કંઈ જોઈતું હોય તે મારી પાસે માંગી લે હું તને લાવી આપીશ.

દીકરીએ કહ્યું પપ્પા તમને યાદ છે એક વખત આપણે બજારમાં ગયા હતા ત્યારે મેં પેલો ડ્રેસ તમને બતાવ્યો હતો, પરંતુ એડ્રેસ ત્રણ હજાર રૂપિયાનો હતો. એટલે મેં તમને ત્યારે કશું કહ્યું ન હતું, પરંતુ હવે એક વાત કહેવી છે શું તમે મને એડ્રેસ લાવી આપશો?


પિતાએ કહ્યુ ઠીક છે આજે જ હું એડ્રેસ લઈ આવીશ.

પિતાએ તેની થોડી ઘણી બચત કરી હતી તે બધી ભેગી કરી તેમ છતાં ડ્રેસમાં થોડા રૂપિયા ઓછા થયા પરંતુ ગમે તેમ કરીને તેઓ ડ્રેસ લઈને આવ્યા. ડ્રેસ ની કિંમત બહુ વધારે હતી એટલે દીકરી એ તરત જ પૂછ્યું કે પપ્પા આટલી બધી કિંમતનો ડ્રેસ આખરે તમે કેવી રીતે લાવ્યા?


તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે મારી પાસે મારી થોડી બચત કરેલી હતી, અને થોડા પૈસા બીજે ક્યાંકથી ગોઠવણી કરીને હું તારા માટે એ ડ્રેસ લઇને આવ્યો. રીઝલ્ટ તો ખૂબ જ સારું આવ્યું છે, પરંતુ રીઝલ્ટ ગમે તેવું આવ્યું હોત તો પણ તું કહે તે લેવા માટે હું કાયમ કોશિશ કરું છું.


ડ્રેસ મળી ગયો એટલે દીકરી એકદમ ખુશખુશાલ થઈ ગઈ હતી, શાળામાં અભ્યાસ પૂરો થઈ ગયો હોવાથી હવે તેને આગળ શું કરવું તેની ચર્ચા થવા લાગી, તેને ડોક્ટર બનવાની ઇચ્છા હતી. પરંતુ આ ભણતર માટે ફ્રી ખૂબ જ ઊંચી ચૂકવી પડે તેમ હતી.

તેમ છતાં પેટે પાટા બાંધીને પણ તેના પિતાએ ફી ભરી અને દીકરીને ડોક્ટર બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો.

દીકરી ના ડોક્ટર નો અભ્યાસ સારો એવો ચાલી રહ્યો હતો હવે એનું છેલ્લું વર્ષ એક જ બાકી હતું. પરંતુ આ વખતે તેની ફી કોઈ કાળે ભરી શકાય તેમ ન હતી.

તેમ છતાં તેના પિતાએ તેના મિત્ર પાસેથી ઉછીના લઈને ગમે તેમ કરીને છેલ્લા વર્ષની ફી ભરી.

ફીની રકમ બહુ મોટી હતી એટલે ઘરમાં પત્ની પણ કહેવા માંડી કે હવે તમે જરા તમારું પણ વિચારજો આટલા બધા પૈસા ક્યાંથી લાવો છો? એટલે પત્નીને કહ્યું કે મેં મારા મિત્ર પાસેથી લીધા છે, દીકરી ડોક્ટર બની જાય તે આપણું સપનું છે. પૈસા તો ફરી પાછા હું કમાઈ લઈશ.

અને હા આ મિત્ર પાસેથી ઉછીના લીધા ની વાત દીકરીને ન થવી જોઈએ કારણકે હું જરા પણ ઇચ્છતો નથી કે તેને આ વાતની જાણ થાય અને એ દુઃખી થાય.

દીકરી ઘર નું છેલ્લું વર્ષ પૂરું થઈ ગયું, પરીક્ષા પણ આપી ગઈ પરિણામનો દિવસ હતો. પિતાને આશા હતી કે દીકરી ઘરમાં ડૉક્ટર બનીને આવશે…

પરંતુ દીકરી ની જગ્યાએ એક ફોન આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે તેની દીકરી એ કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે. ફોનમાં શું જવાબ દેવો તે કંઈ ભાન ન રહ્યું, તેના પિતા ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા.

ખબર પડી કે દીકરીને પ્રેમમાં દગો મળ્યો એટલે તેને આપઘાત કરી લીધો. હવે આમાં કોણ મર્યું? જો કોઈપણ લોકો માટે પ્રેમ બધું જ હોય, અને તમે તમારો પ્રેમ ગુમાવી દો તો ખરેખર એક વખત વિચારવા જેવી વાત છે કે તમારા માતા પિતા નું શું થતું હશે? કારણકે તમને તો કદાચ બીજો પ્રેમ મળી પણ જશે, પરંતુ તમારા માતા પિતાને એમના પ્રિન્સ/પ્રિન્સેસ ક્યારેય નહીં મળે.

More Details :-  https://www.edufunzone.xyz/?m=1

Post a Comment

0 Comments